1 નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ, જાણી લો તારીખ પછે તક નહી મળે

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (11:43 IST)
ગુજરાતમાં 1 નવેમ્બરથી રાજ્યમાં ચૂંટણી પંચ  દ્વારા હક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. 1 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. ચૂંટણી પંચના ભાવનગરના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી અધિકારી  એસ.એન.કટારાએ જણાવ્યું હતું કે, આગામી 14,21,27,28 ચાર દિવસ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ  પણ યોજવા જઇ રહી છે. લોકોને કરવાના થતા સુધારા માટે આ ચાર દિવસ એક માત્ર આપવામાં આવ્યા છે. બાદમાં લોકોને તક મળવાની શક્યતાઓ નથી. 
 
કોરોના કાળ અને દિવાળી વેકેશનને લઈ રાજ્યની તમામ સ્કૂલો હાલ બંધ છે ત્યારે મતદાર યાદી સુધારણાનો લાભ લોકો વધુ ઝડપથી અને સરળ રીતે લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે દર વખતની જેમ આ વખતે પણ  સ્કૂલો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. 14,21,27 અને 28 નવેમ્બરના સ્કૂલ ચાલુ રહેશે જેમાં સ્કૂલોમાં ફળવાયેલા બૂથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે 

સંબંધિત સમાચાર

Next Article