ઠંડીમા ઠુઠવાયુ જમ્મુ કાશ્મીર, પારો શૂન્ય ડિગ્રી પહોચ્યો

શનિવાર, 13 નવેમ્બર 2021 (11:09 IST)
જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઉતરવા માંડતા શ્રીનગર, પહલગામ, કુપવાડા, કાઝીકુંડ જેવા સ્થળોએ બેથી શૂન્ય ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. કેટલાક સ્થળોએ તો તાપમાનનો પારો માઇનસમા પહોંચી ગયો હતો.
 
દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં-3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આટલા નીચા તાપમાન સાથે પહલગામ કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. ઉત્તર કાશ્મીરમાં કુપવાડા ખાતે પણ તાપમાન ગગડતા શૂન્યની એકદમ નજીક 0.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે, શ્રીનગરે ગુરૂવારે રાત્રે 0.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવ્યું હતું. શ્રીનગરનું વર્તમાન સીઝનનું અત્યાર સુધીનું સૌથી નીચામાં નીચું તાપમાન છે. કાશ્મીર ખીણનો ગેટવે મનાતા કાઝીગુંદ ખાતે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કોકરનાગમાં ગુરૂવારની રાત્રે 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર