Valsad News - શિવલિંગ પર જળ ચઢાવી રહેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકામાં થયુ મોત - CCTV ફુટેજ વાયરલ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2024 (18:13 IST)
heart attack
 
રોજ આરતી કરવા જતા હતા મંદિર 
ઘટના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરની છે. જે વ્યક્તિને હાર્ટ અટેકથી મોત થયુ છે તેની ઓળખ 62 વર્ષીય કિશોર ભાઈ પટેલના રૂપમાં થઈ છે. કિશોરભાઈ પટેલ વલસાદના પારનેરા હિલ પર સ્થિત મહાદેવજીના મંદિરમાં રોજ આરતી માટે જતા હતા. રોજની જેમ મંગળવારની સવારે પણ કિશોરભાઈ મહાદેવની આરતી કર્યા બાદ સવારે 6.48 વાગે શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી ગયો. જેનાથી તેમનુ મોત થઈ ગયુ. 
 
મંદિર પરિસરમાં સનસની ફેલાઈ 
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ ચાર લોકો પૂજા કરી રહ્યા છે. આ દરમિયાન એક કિશોર ભાઈને હાર્ટ અટેક આવી જાય છે. જેનાથી તે જમીન પર પડી જાય છે.  આ દરમિયાન ત્યા હાજર અન્ય લોકો તેમને સીપીઆર આપી રહ્યા છે પણ ત્યા સુધી તેમનુ મોત થઈ જાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર અન્ય લોકો પણ ચોંકી જાય છે અને મંદિરમાં સનસની ફેલાય ગઈ. કિશોર ભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.