ટ્રાફિકના નવા નિયમો અંગે ટેક્સી ચાલકોની વ્યથા, 'દંડ ભરવો કે ઘર ચલાવવું?'

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (13:12 IST)
આરટીઓના નવા નિયમોને લઈ લોકોમાં રોષ છે, તો સરકાર નિયમોનું પાલન કરાવવા માટે મક્કમ છે. નવા નિયમમાં દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. 1 હજારથી લઈ 25 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતમાં ચર્ચા બાદ ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આરટીઓના નવા નિયમ લાગુ પડે તે પહેલા લોકોએ એક ગુજરાતી ન્યૂઝ ચેનલ પર પોતાની વ્યથા રજૂ કરી હતી. અમદાવાદ શહેરના ટેક્સી ચાલકોએ જણાવ્યું હતું કે, "અમારો રોજનો ધંધો રોડ પરનો છે. દર મહિને 20 હજારથી 25 હજાર રૂપિયાની કમાણી કરીએ છીએ. આ રકમથી ઘરનું ગુજરાત ચાલે છે. નવાં નિયમ લાગુ થાય અને જો ક્યારેક પાંચ કે 10 હજારનો મેમો આવે તો અમારે ઘર ચલાવવું કે પછી દંડ ભરવો? અમે નિયમોનું પાલન કરીએ છીએ. પરંતુ માણસ છીએ એટલે ક્યારેક ભૂલ થવાની શક્યતા રહેલી છે."આ અંગે ટેક્સી ચાલક વિનોદભાઈએ જણાવ્યું હતું કે, "અમે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે તૈયાર છીએ. પરંતુ જો અમને વાર્ષિક 10 મેમો આવે તો રૂ. 50 હજાર તો દંડમાં જ જતા રહે. વર્ષે લાખ રૂપિયા કમાતા ન હોઈએ ત્યારે રૂ. 50 હજાર દંડ ભરવો પડે તો અમારું જીવન કેવી રીતે ચાલે? નવા નિયમોમાં સુધારો કરવો જોઈએ અને દંડની રકમ ઓછી કરવી જોઈએ. આરટીઓ દંડ વસૂલે છે અને ટોલ પર પૈસા વસૂલવામાં આવે છે પરંતુ તેઓ સુવિધા આપતા નથી તેનું શું?"

સંબંધિત સમાચાર

Next Article