હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (08:05 IST)
હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.
 
ભારે વરસાદ આવે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, રાજ્યમાં સો ટકા વરસાદ પૂર્ણ થયો છે.

રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.   દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.

સંબંધિત સમાચાર

Next Article