Gujarat Riots 2002: પીએમ મોદીને ક્લીન ચિટ પર SC ની મોહર, જાકિયા જાફરીની અરજી રદ્દ

Webdunia
શુક્રવાર, 24 જૂન 2022 (12:18 IST)
SC on Zakia Jafri Plea: 2002  ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. ઝાકિયાએ SITના ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો જેણે તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને રમખાણના ષડયંત્રના આરોપમાંથી મુક્ત કર્યા હતા. અગાઉ 2012માં મેજિસ્ટ્રેટ અને 2017માં હાઈકોર્ટે આ રિપોર્ટને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપતાં કહ્યું છે કે અરજીમાં કોઈ તથ્ય નથી.
 
2008માં સુપ્રીમ કોર્ટે રમખાણોની તપાસ માટે પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર આરકે રાઘવનના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી. કોર્ટે આ તપાસ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું. રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયાએ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી પર રમખાણોના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. 2011માં સુપ્રીમ કોર્ટે SITને ઝાકિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાના આધારે મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
 
2012 માં SIT એ દાખલ કરી હતી ક્લિઝર રિપોર્ટ 
 
સુપ્રીમ કોર્ટના આદેશ પછી  SITએ રમખાણોની વ્યાપક ષડયંત્રના પહેલુની તપાસ કરી. મુખ્યમંત્રી મોદીથી પણ પોતાના કાર્યાલયમાં બોલાવીને પૂછપરછ કરી. 2012માં SITએ મેજીસ્ટ્રેટની પાસે ક્લોઝર રિપોર્ટ દાખલ કરી આપી. SITએ મોદી સહિત 63 લોકોના ષડયંત્રમાં ભાગીદાર થવાનો આરોપને ખોટો જોવા મળ્યો. જકિયાએ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આ રિપોર્ટના વિરુદ્ધ પ્રોટેસ્ટ પેટિશન દાખલ કરી. તેને મેજીસ્ટ્રેટએ રદ્દ કરી દીધો. 2017માં ગુજરાત હાઈકોર્ટે પણ મેજીસ્ટ્રેટના આદેશને યોગ્ય કરાર આપ્યો. 
 

સંબંધિત સમાચાર

Next Article