શહેરામાં કુદરતી આફત, વરસાદ માત્ર 12 મિ.મી. મકાનો-શાળાના છાપરાં ઉડ્યાં, વૃક્ષો પડતાં 20 ગામ વિખુટા

શુક્રવાર, 24 જૂન 2022 (11:08 IST)
શહેરામાં બુધવારની રાત્રે 65 કીમી ઝડપે પવન સાથે વરસાદ પડતાં શહેરામાં વાવઝોડાઅે તારાજી સર્જી હતી. શહેરામંા 65 કી.મી થી પણ વધુ વેગથી પવન ફૂંકાયો હતો,જેના કારણે લોકોના ઘર પરના પતરાં હવામાં ઉડવા લાગ્યા હતા.ભારે પવનથી 25 જેટલા વૃક્ષો પડવાના પણ બનાવો બન્યા હતા. જેથી શહેરા નાડા ગામ તરફનો વ્યવહાર પ્રભાવિત થતા લોકોને બાયપાસ માર્ગનો સહારો લેવો પડયો હતો. તો શહેરામાં આવેલી કુમાર અને કન્યાશાળામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવતા ઘણા બધા વર્ગખંડોના પતરાં ઉડી જાવા પામ્યા હતા.સાથે જ તળાવ તરફ આવેલી સંરક્ષણ દીવાલ પણ પવનની તીવ્રતાના કારણે તુટી પડી હતી .

શહેરા મામલતદાર કચેરીમાં આવેલા વાહનપાર્ક માટે ઉભા કરાયેલા પતરા પણ શેડ સાથે ઉખડી પડ્યા હતા. 30 જેટલા વીજ થાંભલા પણ તૂટી અથવા ઉખડી પડતાં બીજા દિવસે પણ વીજળી વગર લોકો આખો દિવસ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે એમ.જી.વી.સી.એલના મુખ્ય ઈજનેર સિંઘ તેમજ ખાનગી ઈજારદાર બીપીનભાઈ પ્રજાપતિએ વીજળી શરૂ કરવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જિલ્લામાં બુધાવારે સાંજે 6થી ગુરૂવાર સવારના છ સુધીમાં શહેરામાં 10, કાલોલ , હાલોલ 4 અને જાંબુઘોડામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.શહેરાથી નાડા તરફ જતા માર્ગમાં મહાલક્ષ્મી મંદિર થી આગળ વાવાઝોડાના કારણે વડલો અને આંબલીનું વૃક્ષ ધરાશયી થતાં 20 જેટલા ગામોના વાહનવ્યવહારને બંધ થતાં બાયપાસ રસ્તાનો સહારો લેવો પડયો હતો. જૂની કુમારશાળાના વર્ગખંડોના પતરાં ઉડી જતા બાળકોને અન્ય શાળામાં બેસાડવાનો વારો અાવ્યો.શહેરા મુખ્ય બજારમાં કુબેરેશ્વર મંદિરના પાછળના ભાગે આવેલુ પીપળાનું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું . મોટું વૃક્ષ મંદિરના બાજુના ભાગે પડતા બ્રાહ્મણપંચની એક દુકાનને નુકશાન થયું હતું. જ્યારે નાની ડેરીઓ નો આબાદ બચાવ થયો હતો.મહીસાગર જિલ્લા ના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને કડાકા સાથે વરસાદ નું આગમન થતા જિલ્લામાં ઝાડ પડતા વિજપોલ ધરાસય થવાની સાથે વીજળી ડુલ થતા અેમજીવીસીઅેલની પ્રી-મોન્સૂન કામગીરી અધ્ધર તાલ જોવા મળી હતી. જ્યારે ભારે પવથી વૃક્ષો ધરાસઇ થતા કેટલાક રસ્તા બંધ થયા હતા. લુણાવાડા તાલુકા તેમજ આજુ બાજુમા ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાનુ આગમન થાતા ભારે બફારામા રાહત થઈ હતી. મહિસાગરમાં 24 કલાકમાં બાલાસીનોરમાં 40 મી.મી, વિરુપરમાં 37 મી.મી, લુણાવાડામાં 4 મી.મી, ખાનપુરમાં 2 મી.મી વરસાદ નોધાયો છે. જયારે જિલ્લાના કડાણા તથા સંતરામપુર તાલુકા કોરા રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર