Photo - વડોદરા ફતેપુરામાં ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓમાં તોડફોડ

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (14:59 IST)
આજે રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થર મારો શરૂથતા દોડધામ મચી ગઇ હતી. તે સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકો દ્વારા રોડ ઉપરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો.

વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલમા મુસ્લીમ સમાજના રમઝાન માસની પણ ઉજવણી થઇ રહી છે. અને રામનવમી નિમીત્તે વિહીપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિસમિતીની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે પૂર્વ રાત્રે પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાંજ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવ્યું હતું.  

 

સંબંધિત સમાચાર

Next Article