ગુજરાતમાં સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે, 24મીએ PM લીલી ઝંડી આપશે

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (11:55 IST)
first Vande Bharat train in Gujarat
ગુજરાતમાં સૌરાષ્ટ્ર તરફ દોડનારી પ્રથમ વંદેભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું,. જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી પ્રથમ વંદેભારત ટ્રેનને વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.આ વંદે ભારત ટ્રેનનું આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.

ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેક ઉપર 100 ઉપરની સ્પીડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે તકલીફ જોવા મળી નહોતી.સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને વિરમગામથી પરત સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ટ્રેનની સ્પીડ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું.

110થી 120ની સ્પીડ ઉપર ટ્રેન ચલાવી હતી. જેમાં ક્યાંય પણ કોઈ ખામી જોવા મળી નહોતી. ટ્રેનના કોચમાં એસી, ડોર, એક્ઝિક્યુટિવ ચેરકાર, સીસીટીવી, વાઈફાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી.વંદે ભારત ટ્રેન જામનગરથી ઊપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. જામનગરથી અમદાવાદ માત્ર 5 કલાકમાં ટ્રેન પહોંચાડી દેશે. સંભવિત ટાઈમટેબલ મુજબ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે 5:30 વાગ્યે ઊપડશે અને સાબરમતી 10.10 અને અમદાવાદ રેલવે સ્ટેશન 10.25ની આસપાસ પહોંચશે.

અમદાવાદ રેલવે સ્ટેશનથી સાંજે છ વાગ્યે ટ્રેન ઉપડશે જે રાત્રે જામનગર 10.30 વાગ્યે પહોંચશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું ભાડું આવતીકાલ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article