મહિલા મુસાફરોની સુરક્ષા મુદ્દે પશ્ચિમ રેલવે દ્વારા લાંબા અંતરની 90 ટ્રેનોમાં RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરાયા

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (11:53 IST)
અમદાવાદ સ્ટેશનથી ઉપડતી પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે. લેડીઝ કોચમાં મહિલાની સુરક્ષા તેમજ સ્ટેશનો પર અથવા તો ટ્રેનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. યાત્રા દરમિયાન સહાયતા માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 તેમજ GRP હેલ્પલાઇન નંબર 1512 ઉપલબ્ધ છે.પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ રેલવે સુરક્ષા બળ દ્વારા સખી વોટ્સએપ શરૂ કરવામાં આવ્યું છે.

મુશ્કેલમાં મહિલાઓને તાત્કાલિક સહાયતા પહોંચાડવા માટે મહિલા રિયલ ટાઈમ સૂચના પ્રમાણે કાર્યવાહી કરવા સજ્જ છે.ફિક્સ રિસ્પોન્સ ટિમ દ્વારા પશ્ચિમ રેલવેના મુખ્ય સ્ટેશનો પર ટિમ ડિપ્લોય કરવામાં આવી છે.મેરી સહેલી યોજના લોન્ચ કરવામાં આવી છે.લાંબા અંતરની 7 ટ્રેનોમાં મેરી સહેલી યોજના લાગુ કરવામાં આવી છે.એકલી યાત્રા કરતી મહિલાને મુશ્કેલીમાં તાત્કાલિક મદદ મળી રહેશે.ફરિયાદ દાખલ થતાં  તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.લેડીઝ કોચમાં માત્ર મહિલાઓ જ પ્રવાસ કરી શકે છે.પરંતુ તેમ છતાં પણ અનઅધિકૃત વ્યક્તિ પ્રવાસ કરે છે.જેને લઈ RPF  દ્વારા ચેકીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે લેડીઝ કોચમાં અનઅધિકૃત પ્રવેશ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે છે. 2020-21માં RPFના કર્મીઓ દ્વારા મહિલા યાત્રીઓ વિરુદ્ધ અપરાધમાં આઈ પી સી કેસમાં 16 શખ્સોને પકડવામાં આવ્યા હતા. અને રેલવે સુરક્ષા કર્મીઓ ની સતર્કતા ના કારણે 54 મહિલાને સંકટમાં બહાર કાઢવામાં આવી હતી. 2020-21ના વર્ષમાં લેડીઝ કોચમાં યાત્રા કરવા બદલ 3922 પુરુષ યાત્રીઓને પકડવામાં આવ્યા હતા અને 64 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોમાં ડર રહે અને રેલવેમાં યાત્રીઓ આરામદાયક યાત્રા કરે તે માટે સતત સુરક્ષા કર્મીઓ દ્વારા કામ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article