ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, IMDએ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (18:56 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
 
તાપી, નવસારી, ડાંગ, ભાવનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સંદર્ભે અમરેલી, ભાવનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આજે ભરૂચ અને સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
 
ગુજરાતમાં વરસાદને કારણે 113 જળાશયો સંપૂર્ણપણે ભરાયા હતા
 
મેઘરાજાની સાર્વત્રિક મહેર રાજ્યના 206 જળાશયો પૈકી 113 જળાશયો 100% ભરેલા છે. જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100% વચ્ચે હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના 18 ડેમ 50 થી 70 ટકા ભરાઈ જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50% અને 9 ડેમમાં 25% કરતા ઓછું પાણી એકઠું થયું છે.
 

સંબંધિત સમાચાર

Next Article