સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Webdunia
શનિવાર, 4 જુલાઈ 2020 (15:21 IST)
રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં આજે સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમ 6 તારીખથી પૂરા રાજ્યમાં છવાઈ જશે, જેને કારણે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. જ્યારે 10 જુલાઈ સુધીમાં આખું રાજ્ય આવરી લેશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે દરિયાકાંઠે છૂટો છવાયો વરસાદ પણ શરૂ થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

Next Article