રાજકોટના બસ સ્ટેન્ડમાં થૂંકતા મહિલા પાસેથી વસૂલ્યો 200 રૂપિયા દંડ, હવે દંડ પર લાગશે GST

શનિવાર, 4 જુલાઈ 2020 (13:18 IST)
ગુજરાતના રાજકોટમાં બનેલા નવા બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકવા પર હવે જીએસટી સહિત દંડ વસૂલવામાં આવશે. રાજકોટ એસટી નિગમના નવા આદેશ અનુસાર હવે બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકતા પકડાશે તો જીએસટી સહિત 200 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગઇકાલે જ બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકવાના ગુનામાં એક મહિલાને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનાવેલા આવેલું નવું બસ સ્ટેન્ડ શનિવારથી શરૂ થયું છે. લગભગ 156 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ બસ સ્ટેન્ડ હાઇટેક સુવિધાઓની સજ્જ છે. આ બે માળના બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપર માર્કેટ, ફૂડ કોર્ટ, વ્હીલચેર અને એરકંડિશ વેટિંગ હોલ પણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર