રાજકોટ: પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે કોંગ્રેસ કાઢશે ઘોડા રેલી, પોલીસે આપી નથી મંજૂરી

સોમવાર, 29 જૂન 2020 (11:09 IST)
સતત દેશમાં વધી રહેલા પેટ્રોલ–ડીઝલના વધતા ભાવના વિરોધમાં સોમવારે એટલે જે આજે ઘોડા સાથે રેલી કાઢવા કોંગ્રેસે માગેલી મંજૂરી પોલીસે અમાન્ય રાખી હતી. પોલીસે મંજૂરી નહીં આપી હોવા છતાં કોંગ્રેસે રેલી કાઢવાનો હુંકાર કરતાં સોમવારે પોલીસ સાથે ઘર્ષણ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.  
 
કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે પેટ્રોલ–ડીઝલના ભાવવધારા સામે તા.29ના સવારે ઘોડા રેલી કાઢવા માટે પોલીસ સમક્ષ મંજૂરી માગી હતી. કોંગી આગેવાનની અરજીને ડીસીપી ઝોન1 મીણાએ નામંજૂર કરી હતી. 
 
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસે રેલી કાઢવાની મંજૂરી માગી હતી, પરંતુ ટ્રાફિકની સમસ્યા હોય ઘોડા સાથે રેલી કાઢવાથી ટ્રાફિક સમસ્યા થઇ શકે તેમ છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઇ તેમ નહીં હોવાથી રેલીને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અમે રેલી યોજીશું.
 
પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી લોકોની હાલત કફોડી બની છે. તો આ ભાવ વધારાની અસર ખેડૂતો પર પણ પડી રહી છે. જેને લઈને ખેડૂતો વિરોધ પણ કરી રહ્યાં છે. હાલ ખેડૂતને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે  ડીઝલના ભાવ બધાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતી કામમાં અત્યારે મોટાભાગે ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે. ખેતી કામમાં વપરાતા ડીઝલમાં આવેલ ભાવ વધારાને લઈને ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો, અને અનોખો વિરોધ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર