અમદાવાદમાં પિતાએ જ 6 વર્ષના પુત્ર સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો

શનિવાર, 27 જૂન 2020 (14:11 IST)
અમદાવાદના નારોલ વિસ્તારમાં એક પિતા પોતાના 6 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી બાળકના પિતા દ્વારા આ ગંદી હરકત કરવામાં આવતી હોવાની જાણકારી બાળકે તેની માતાને કરતાં આ નરાધમ પિતાનો ફાંડો ફૂટી ગયો હતો. આ મામલે પુત્રની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતાની ધરપકડ કરી છે. ત્યારબાદ આરોપી પિતાને પકડીને પોલીસે બાળક અને નરાધમ પિતાનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
 
મળતી માહિતી અનુસાર નારોલમાં છૂટક મજૂરી કામ કરતો વ્યક્તિ પોતાની પત્ની અને 6 વર્ષના પુત્ર સાથે રહેતો હતો. 6 વર્ષનો દીકરો એકલો હોય ત્યારે પિતા એકલતાનો લાભ ઉઠાવી અવારનવાર તેની સાથે અડપલાં કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરતો હતો. પિતા આ અંગે કોઈ ન કહેવા અંગે ધમકી પણ આપતો હતો. જોકે પિતાની હરકત બાદ પુત્ર ગુમસુમ રહેવા લાગ્યો હતો. ત્યારબાદ તેની માતા દ્વારા પૂછપરછ કરવામાં આવતો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. 
 
સગો પિતા પુત્ર સાથે દુષ્કર્મ આચરતો હોવાની જાણ થતાં તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તે પુત્રને લઇને નારોલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી અને પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુના હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી.</p>
 
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પિતા નશાનો બંધાણી હતો અને નશાની હાલતમાં જ તે દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. પોલીસે જણાવ્યું કે, હાલમાં પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ તેના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત ભોગ બનનારનું સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન પણ લેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર