રાજકોટમાં કોંગ્રેસે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો, સામાજિક અંતરના ઘજાગરા ઉડ્યા

બુધવાર, 17 જૂન 2020 (12:53 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા રાજકોટ કોંગ્રેસના  કોર્પોરેટરો અને કાર્યકરોએ સાયકલ રેલી યોજી વિરોધ કર્યો હતો. બાદમાં જમીન પર બેસી સરકાર અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સાયકલ પર બેનરો લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે,   ભાજપ તેરે અચ્છે દિન જનતા તેરે બુરે દિન, દુનિયાભરમાં સોંઘુ પેટ્રોલ ભાજપ રાજમાં મોંઘુ પેટ્રોલ, સરકારી તિજોરી ભરવા પ્રજાની લૂંટ બંધ કરો. વિરોધ કરતા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ  સહિત 7 કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો.  જામનગર કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ રસ્તા પર એકત્ર થઇ થાળી-વેલણ વગાડ્યા હતા. જો કે, આ વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. થાળી વગાડી કોંગ્રેસના કાર્યકરોએ સરકારને જગાડવાના પ્રયાસ કર્યો હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું. તેમજ ભાજપ અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યકરોએ સમુહમાં એકત્ર થઇ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ અમુકે તો મોઢા પઇ માસ્ક બાંધ્યા હોવા છતાં મોઢુ ખુલ્લું જોવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં બે વખત જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો છે. ત્યારે આજે ફરી એકવાર ગુનો દાખલ થાય તેવી શક્યતા છે.  ગાયત્રીબા વાઘેલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોલીસના ઈશારે કામ કરી રહી છે. પોલીસ ભાજપના કાર્યકર બની રહી ગઈ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર