ઉત્તરાયણમાં પતંગ ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

Webdunia
મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (11:04 IST)
ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. પણ આ વર્ષે કોરોના વાયરસથી ઘણા તહેવારનો હોમ થઈ ગયું છે તે દરમિયાન ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે સોમવારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારી વકીલને સુચના આપી છે કે, પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી માહિતી મેળવીને રજૂ કરો અને વલણ સ્પષ્ટ કરો. આ અરજી પરની સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે.
 
હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવા ભેગા થાય છે. આ વર્ષે 14- 15  જાન્યુઆરીના દિવસે ગુરૂ શુક્ર અને બે દિવસ પછી શનિ-રવિ પણ આવે છે એટલે લોકોને લાંબુ વીક-એન્ડ મળે છે. જેથી, મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. જેના લીધે, 
 
અરજદારે હાઈકોર્ટ સમક્ષ શું માગ કરી?
રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક
પતંગ અને દોરીના ખરીદ-વેચાણ પર રોક 
ઉત્તરાયણના તહેવારના સંદર્ભે માર્ગર્દિશકા બહાર પાડો
09થી 17 જાન્યુઆરી સુધી એક સ્થળ પર ભેગા થવા પર રોક
જ્યાં દોરી રંગાય ત્યાં ભેગા થવા પર 17મી સુધી રોક
09થી 17 જાન્યુઆરી સુધી પોલીસ ડ્રોનથી પેટ્રોલિંગ કરે
કોરોનાની માર્ગર્દિશકાનુ કડકપણે પાલન કરાવાય. 
 

સંબંધિત સમાચાર

Next Article