ભારત અને પાકિસ્તાનમાં તણાવની પરિસ્થિતી જોતા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ગુજરાતની મુલાકાત રદ કરવામાં આવી છે. આ વખતની રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કંઇક વિશેષ હતી કારણ કે 58 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક અમદાવાદમાં મળવાની હતી. જે હાલ રદ કરવામાં આવી છે પરંતુ થોડા દિવસમાં તે ફરી કરવામાં આવશે. આ પહેલા 1961માં ભાવનગર ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી. આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. અમદાવાદમાં કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. જેને કારણે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ આદરી હતી.