જો પ્રિયંકા યોગ્ય રીતે તેના પત્તા રમશે તો તે 'રાણી' બનીને છવાય જશે - શિવસેના

શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (14:08 IST)
. શિવસેનાએ શુક્રવારે કહ્યુ કે જો પ્રિયંકા ગાંધીએ પોતાના પત્તાને યોગ્ય રીતે રમ્યા તો તે રાણી બનીને છવાશે અને તેને પાર્ટીમાં સામેલ કરીને રાહુલ ગાંધીએ બતાવી દીધુ કે આગામી લોકસભામાં જીત મેળવવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખમાં એ વાત લખવામાં આવી છે.  ભાજપાની ગઠબંધન ભાગીદાર શિવસેનાએ એ પણ કહ્યુ કે સત્તાધારી દળના નેતાઓના આ નિવેદનનો ક્કોઈ મતલબ નથી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિષ્ફળ હોવાને કારણે પ્રિયંકાને પાર્ટીમાં સામેલ કરવામાં આવી છે. પાર્ટીએ કહ્યુ કે કોંગ્રેસ પ્રમુખે રાફેલ લડાકૂ વિમાન ખરીદવાના મુદ્દા પર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી. 
 
શિવસેના મુજબ રાહુલ ગાંધીના ઓદી સરકાર પર રાફેલ સૌદામાં લગાવેલ ભ્રષ્ટાચારના આરોપોને છોડી પણ દઈએ તો પણ તાજેતરમાં 3 રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો શ્રેય તેમને ન આપવો એ એક સંકીર્ણ માનસિકતા બતાવે છે.   લેખમાં કહેવામાં આવ્યુ છે કે સપા બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને સ્થાન ન આપવામાં આવ્યુ. જો કે રાહુલ ગાંધીએ ખુદને ધીરજ સાથે શાંત રાખ્યા.  ગાંધીએ ઉત્તર પ્રદેશમાં બધી સીટો પર એકલા ચૂંટણી લડવાનુ એલાન કરીને અને સપા-બસપાને દરેક શક્ય મદદ આપવા અને એ સમયે પ્રિયંકાને મુખ્યધારાની રાજનીતિમાં લાવવાનો નિર્ણય કરીને પોતાના પત્તા યોગ્ય સમય પર ખોલ્યા. 
લેખ મુજબ આનાથી કોંગ્રેસને મદદ મળશે.  અહી સુધી કે પ્રધાનમંત્રીને પ્રિયંકાના રાજનીતિમાં આવતા બોલવુ પડ્યુ. લોકોએ પરિવારને સ્વીકારી લીધો છે તો કેટલાક લોકોના પેટમાં દુખાવો કેમ થઈ રહ્યો છે ? લેખમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપા નેહરુ-ઈન્દિરા પરિવારને લઈને એટલા માટે શત્રુતાની ભાવના રાખી રહ્યુ છે કે કારણ કે એ તેમને સૌથી જોરદાર પ્રતિસ્પર્ધીના રૂપમાં જુએ છે.   સંપાદકીય મુજબ ભાજપા કોંગ્રેસ તરફથી મળતા પડકારને લઈને ગભરાય રહી છે.  તેથી કોંગ્રેસે ચોક્કસ પોતાની ચૂંટણી દરમિયાન હિન્દી ભાષી રાજ્યોમાં તેનો ફાયદો મળશે.  પતિ રોબર્ડ વાડ્રા વિરુદ્ધ ચાલી રહેલ મામલાની ચિંતા કર્યા વગર પ્રિયંકાના સક્રિય રાજનીતિમાં આવવાની પ્રશંસા કરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર