વડાપ્રધાન મોદીનો 18મી જૂને વડોદરામાં એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ સભા યોજાશે

Webdunia
મંગળવાર, 7 જૂન 2022 (11:51 IST)
આગામી 18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ વડોદરાની  મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓ, પદાધિકારીઓ ,ભાજપ પક્ષના આગેવાનો, પોલીસ પ્રશાસન અને આયોજન સંદર્ભે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે સમાજના આગેવાનોને તેમની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લોકોને અનોખો પ્રેમ છે. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. પાંચ લાખથી વધુ લોકો રોડ શો તથા સભા દરમિયાન ઉપસ્થિત રહેશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સાથે આશીર્વાદ પણ આપશે. આ પ્રસંગે લોકોને પુરતી વ્યવસ્થા મળી રહે તેની તૈયારીઓ ચાલી રહી છે.વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની બેન અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને કલેક્ટર સહિતના વિભાગો સાથે આયોજન સંદર્ભે સંકલન સાધી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પદાધિકારીઓ જોતરાયા છે. 14 હજાર બહેનોને આયુષ્યમાન કાર્ડનો લાભ પણ આપ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article