પોરબંદર અને રાજકોટ માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ન્યુઝ ડેસ્ક
સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (09:01 IST)
પોરબંદર પંથકમાં આજે પણ સર્વત્ર વરસાદ વરસી રહ્યો : પોરબંદરમાં ૪, રાણાવાવ રાા, કુતિયાણામાં પાંચ ઇંચ
પોરબંદર : પોરબંદર જિલ્લામાં ગઇકાલથી ચાલુ થયેલ વરસાદ આજે બપોર સુધી વતા-ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે.
ગઇકાલથી આજે બપોર સુધીમાં પોરબંદરમાં ૪ ઇંચ, રાણાવાવમાં અઢી ઇંચ તથા કૂતિયાણામાં પાંચ ઇચ વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ છે. રવિવારને કારણે બજારોમાં અહલ-પહલ જોવા મળતી નથી.
 
- ગોંડલ રોડ પર 30મીનટ વરસાદ ચાલુ.
- રાજકોટ માં રાત્રે 1વગાયે થી સવાર ના 6 વાગ્યે સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.
 
- રાજકોટમાં રાતે 12 થી સવારે 7 સુધીમાં 7 ઇંચ વરસાદ, મહાપાલિકાના આઈ વે પ્રોજેક્ટના સેન્સરમાં નોંધાયો 185 મીમી વરસાદ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત 
- રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર-1 આજી-1, ન્યારી-1 તેમજ ન્યારી-2 અને લાલપરી-રાંદરડા તળાવ માં નવા નીર ની જોરદાર આવક, મહાપાલિકા તંત્ર એલર્ટ
 
-  રાજકોટમાં કાલાવડ રોડ પરના મહિલા કોલેજ અંડર બ્રિજ માં પાણી ભરાઈ જતા રસ્તો બંધ, ફાયર બ્રિગેડ ની ટુકડીઓ દોડાવાઇ, મહાપાલિકાનો વિજિલન્સ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર તૈનાત

સંબંધિત સમાચાર

Next Article