31મી ડિસેમ્બરને પોલીસ એલર્ટ, પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2023 (11:42 IST)
31મી ડિસેમ્બર અને નવા વર્ષની લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે બંદોબસ્તને લઇને એક્શન પ્લાન  તૈયાર કર્યો છે. જેમાં  31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધી શહેરની તમામ પોલીસને બંદોબસ્તમાં રખાશે. 
 
31મી ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જે સ્થળોએ સૌથી વધુ પાર્ટીઓનું આયોજન થાય છે ત્યાં પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ દ્વારા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી બંદોબસ્તની કામગીરી કરવામાં આવશે.  ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓ અને સાયબર ક્રાઇમ પણ સોશિયલ મીડિયા પર નજર રાખશે. મહિલાઓની સુરક્ષાને લઈને SHE ટીમ પણ સિવિલ ડ્રેસમાં અલગ અલગ પાર્ટીઓમાં અને કાર્યક્રમોમાં ફરજ બજાવશે.
 
ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350  ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.  આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાતના 11:55  થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાનવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે.  સ્થળ પર ત્રણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article