ગાંધીનગરનાં ઉવારસદને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

રવિવાર, 31 ડિસેમ્બર 2023 (07:26 IST)
ગાંધીનગરનાં ઉવારસદ ગામમાં યુવકને ઝાડા-ઉલ્ટી થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. 
 
યુવકને સારવાર આપવા છતાં પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા યુવકનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ કિશોરનો કોલેરા હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક યુવકની સારવાર શરૂ કરી હતી. તો બીજી તરફ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી . ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટીનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. 
 
 
30 ડિસેમ્બરથી આગામી ત્રણ મહિના સુધી જાહેરનામું અમલી
એકાએક કોલેરાનાં કેસ પ્રકાશમાં આવતા ગાંધીનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. તેમજ 2 કિલોમીટરનાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ ઈંટોનાં ભઠ્ઠા અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોની આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી. ત્યારે આ જાહેરનામું તા. 30 મી ડિસેમ્બર 2023 થી આગામી ત્રણ મહિના સુધી અમલમાં રહેશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર