પ્રધાનમંત્રી 1લી જાન્યુઆરીએ PM-KISANનો 10મો હપ્તો જાહેર કરશે, 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે ફાયદો

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (09:56 IST)
પાયાના સ્તરના ખેડૂતોને સશક્ત બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને સંકલ્પને અનુરૂપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1લી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નાણાકીય લાભનો 10મો હપ્તો જાહેર કરશે. આનાથી 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને  રૂ. 20,000 કરોડ.થી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
 
પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને  ટ્રાન્સફર કરવામાં આવી છે.
 
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ   લગભગ 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) માટે બહાર પાડશે, જેનો લાભ 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

સંબંધિત સમાચાર

Next Article