સુરેન્દ્રનગર વસ્તડી-ચુડાને જોડતા પુલનો ભાગ ધરાશાયી

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (08:44 IST)
surendranagar bridge
રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો  ખાસ વાત એ છે કે ખખડધજ બ્રિજ  જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ, તે દરમિયાન એક ભાગ ધરાશાયી થયો હતો .110 ગામને જોડતો બ્રિજ  ધરાશાયી થતા ગામોનો સંપર્ક તૂટ્યો છે.

<

વસ્તડીનો પુલ તૂટતા ડમ્પર-બાઈક નદીમાં ખાબક્યા#surendranagar #gujarat #bridge #hospital #gscard #gujaratsamachar pic.twitter.com/aBnGag7Vs9

— Gujarat Samachar (@gujratsamachar) September 24, 2023 >
 
બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતી. આ વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પરમાં સીધું જ નદીમાં ખાબક્યુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું  રેસ્ક્યૂ કરાયું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
 
પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહીત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા.આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા અને યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલક અને બે બાઇકસવારને રસ્સા વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article