સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના આરેઃ વિપક્ષના નેતા ધાનાણી

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (12:12 IST)
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રામ મંદિર મામલે નિવેદન આપ્યું છે. ભાજપે હંમેશા રામના નામે રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ કર્યો છે. ભગવાન રામ દેશની આસ્થાનું કેન્દ્ર છે. કમનસિબે ભાજપ રામના નામે રાજનીતિ કરી રહ્યું છે. અયોધ્યામાં રામલ્લાના દરવાજા રાજીવ ગાંધીએ ખોલ્યા હતા. પરંતુ ભાજપ રામ મંદિરના નામે દેશની જનતાનું ધ્યાન ભટકાવાવની કોશિશ કરી રહી છેપરેશ ધાનાણીએ વાઈટબ્રન્ટના નામે કરવામાં આવકા કરોડો રૂપિયાના ધૂમાડાનો વિરોધ કર્યો છે.

વાઈબ્રન્ટ ગુજરાતમાં કરવામાં આવતા MOU માત્ર કાગળ પર કરવામાં આવે છે. ગુજરાતમાં ખરેખર વિકાસ થયો હોય તો રાજ્યમાં ખેડૂતો શા માટે આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે.પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક ઉદ્યોગો બંધ થયા છે. રાજ્યમાં જે રોકાણ આવતું હતું તેમા વિતેલા વર્ષોની સરખામણીમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના આરે છે. તો પણ સરકાર નાના અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે કોઈપણ પ્રકારના નક્કર પગલા ભરી રહી નથી.રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સેમ્પલ ફેલ કરીને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં નિષ્ફળ નિવડી છે. રાજ્ય સરકાર ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોનું દેવું માફ કરે. અને ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ.
 

સંબંધિત સમાચાર

Next Article