જો તમારુ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ બેંક)માં ખાતુ છે તો તમને બે તારીખો સારી રીતે યાદ કરી લેવી જોઈએ. પહેલી એ કેબેંકે પોતાના બધા ગ્રાહકોને કહ્યુ છે કે તેઓ 30 નવેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર પોતાના બેંક એકાઉંટ સાથે રજિસ્ટર કરાવી લે. જેનાથી તેની ઈંટરનેટ બેકિંગ સુવિદ્યા ચાલુ રહે. આ ઉપરાંત બેંકે પોતાના ગ્રાહકોને એ પણ કહ્યુ છે કે એસબીઓના મૈગ્નેટિક સ્ટ્રિપવાળા એટીમ કમ ડેબિટ કાર્ડને ઈએમબી ચિપ વાળા કાર્ડ સાથે 31 ડિસેમ્બર પહેલા બદલી લે.
જો તમે ઈંટરનેટ અને મોબાઈલ બેકિંગ સુવિદ્યાનો ઉપયોગ કરો છો તો તમારે આ મહિનાની અંતિમ તારીખ એટલે કે 30 નવેમ્બર સુધી પોતાનો મોબાઈલ નંબર બેંકમાંં રજિસ્ટૅડ કરાવવો પડશે. જો તમારો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર્ડ નહી હોય તો એસબીઆઈ તમારે ઈંટરનેટ બેકિંગ સુવિદ્યાને એક ડિસેમ્બરથી બંધ કરી દેશે.
આ ઉપરાંત એસબીઓના મૈગ્નેટિક સ્ટ્રિપવાલા એટીએમ કમ ડેબિટ કાર્ડને ઈએમવી ચિપવાળા કાર્ડ સાથે 31 ડિસેમ્બર પહેલા બદલવા પડશે. નવા કાર્ડ માટે ઓનલાઈન બેકિંગ દ્વારા આવેદન કરી શકો છો. તમારી બેંક શાખા જઈને પણ નવા કાર્ડ માટે આવેદન કરી શકાય છે. જૂના ડેબિટ કાર્ડની પાછળની તરફ એક કાળી પટ્ટી દેખાય છે. આ કાળી પટ્ટી મૈગનેટિક સ્ટ્રિપ છે. જેમાં તમારા ખાતાની સંપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે. એટીએમમાં સ્વૈપ કર્યા પછી પિન નંબર નાખતા જ ખાતામાંથી પૈસા નીકળી જાય છે. આ જૂના કર્ડ મૈજિસ્ટ્રિપ (મૈગ્નેટિક) ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બરથી આપમેળે જ બંધ થઈ જશે. તેના બદલે બેંક નવા જમાનાના ચિપવાળા ઈએમબી કાર્ડ આપી રહી છે. મૈગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ સુરક્ષાની દ્રષ્ટિથી કમજોર છે તેથી આવા કાર્ડને ચિપવાળા કાર્ડમાં બદલવામાં આવી રહ્યા છે. તેના બદલામાં બેંક કોઈપણ ચાર્જ લગાવી રહી નથી.