આસારામ આશ્રમમાં બે પિતરાઈ ભાઈઓના રહસ્યમય મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે ડીકે ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ આગામી વિધાનસભા સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 2008માં આસારામ આશ્રમમાં પિતરાઈ ભાઈ દીપેશ અને અભિષેકના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકાર તપાસમાં ઢીલ મૂકી રહી છે અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે. જોકે આ મામલે ગૃહમંત્રીએ સ્પષ્ટતા આપી છે કે અમારી સરકાર કોઇને પણ બચાવવાનો પ્રયાસ નથી કરતી, સાથે જ જણાવ્યું કે તપાસ અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.