વર્ષ 2008માં આસારામ આશ્રમમાં પીતરાઈ 2 ભાઈઓના રહસ્યમય રીતે મોત થયા હતા. બંનેના મોતને આજે 10 વર્ષ થયા હોવા છતાં તંત્ર હજુ પુરાવા એકત્ર કરી રહી છે. અને હજુ સુધી આ કેસના આરોપી સુધી પોલીસ તંત્ર પહોંચી શક્યું નથી. આ મામલે પીડિતના પિતા શાંતિભાઈ વાઘેલાનું કહેવું છે કે આજ સુધી જોધપુર જેલનો ઈતિહાસ રહ્યો છે કે કોઈ પણ ગુનેગારને છોડવામા આવ્યા નથી. જેથી જે પણ નિર્ણય કરવામાં આવશે તેમાં ન્યાય કરવામાં આવશે, 16 વર્ષની બાળકી પર અને સુરતની કેટલીક મહિલાઓ સાથે આચરેલા દુષ્કર્મના મામલે કોર્ટ પુરેપુરો ન્યાય આપશે, અને કોર્ટના આસારામને કડકમાં કડક સજા આપવી જોઈશે. અને મારૂ કહેવું છે કે તેને આજીવન કેદની સજા થવી જોઈએ.