કિશોરી સાથે રેપના મામલે દોષી આસારામને જોધપુરની કોર્ટે આજીવન કેદની સજા અને અન્ય બે દોષીઓને 20-20 વર્ષ કેદની સજા સંભળાવી છે. આ પહેલા તેણે પૉક્સો મતલબ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ અને આઈપીસીની અન્ય ધારાઓ હેઠળ દોષી ઠેરવ્યા હતા. આ મામલે બે અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આસારામ પર આજે આવનારા નિર્ણયને લઈને સરકારે જોરદાર તૈયારી કરી હતી. સમગ્ર જોધપુરમાં ધારા 144 લગાવવામાં આવી અને ખૂણે ખૂણે પોલીસની હાજરી રહી.
02.20 PM: કોઈપણ સમયે નિર્ણય આવી શકે છે. જજે નિર્ણય વાંચવો શરૂ કર્યો.
01.47 PM: જોધપુર સેંટ્રલ જેલ પ્રાંગણની બહાર અચનક હલચલ શરૂ થઈ ગઈ. પોલીસના તમામ મોટા અધિકારી જેલમાંથી બહાર આવ્યા. જેલની બહાર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 15 મિનિટ પછી સજાનુ એલાન થઈ શકે છે.