રેપ કેસમાં આસારામ દોષી જાહેર... શિલ્પી અને શરદ પણ દોષી.. જોધપુર કોર્ટનો નિર્ણય...

બુધવાર, 25 એપ્રિલ 2018 (10:42 IST)
કિશોરી સાથે રેપ કેસમાં પાંચમાંથી ત્રણ લોકોને દોષી સાબિત કરવામાં આવ્યા છે. આ દોષીયો આસારામ પણ સામેલ છે.  આ ઉપરાંત શિલ્પી અને શરદ પણ દોષી સાબિત થયા છે. પ્રકાશ અને શિવાને આ મામલામાંથી મુક્ત કરી દીધા છે. આસારામને કેટલી સજા થશે હાલ તેના પર ચર્ચા થશે. માહિતગારો મુજબ વકીલ તેમની વયને ધ્યાનમાં રાખતા ઓછી સજાની ભલામણ કરશે. 
 
. સગીર સાથે દુષ્કર્મના આરોપામં 2013થી જોધપુર જેલમાં બંધ આસારામનો નિર્ણય થોડી જ વારમાં સંભળાવવામાં આવશે. નિર્ણય સંભળાવવા માટે જજ મધુસૂદન શર્મા જેલ પહોંચી ચુક્યા છે. મામલામાં ત્રણ સહ આરોપીઓ શિવા, શરદ અને શિલ્પીને પણ જેલ લઈ જવામાં આવી છે.  જોધપુર કોર્ટની સુરક્ષાને કારણોથી સેંટ્રલ જેલ પ્રાંગણમાં નિર્ણય સંભળાવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને સુરક્ષા ચુસ્ત રાખવાનો આદેશ આપ્યો છે. 
 
બીજી બાજુ જેલમાં આસારામે નિર્ણયના એક દિવસ પહેલા કહ્યુ - હવે ભગવાન પાસેથી જ આશા છે. હોઈ હૈ વહી જો રામ રચિ રાખા. મંગળવારે જોધપુર કલેક્ટર રવિકુમાર સુરપુર અને પોલીસ પ્રમુખ અમનદીપ સિંહ જેલમાં વ્યવસ્થા જોવા પહોંચ્યા.  આ દરમિયાન કલેક્ટરે આસારામને પુછ્યુ - નિર્ણયને લઈને શુ વિચારી રહ્યા છો ? જેના પર આસારામે કહ્યુ કે કોર્ટનો જે પણ નિણય હશે તે મંજૂર હશે.  તેઓ અને તેમના સમર્થક ગાંધીવાદી વિચારધારાના છે અને અહિંસામાં વિશ્વાસ ધરાવે છે. જેલ પ્રબંધનનુ માનીએ તો આસારામના ચેહરા પર નિર્ણયને લઈને કોઈ ચિંતા નથી. હા ઉત્સુકતા જરૂર છે. 
દેશભરમાં આસારામ માટે પૂજા પાઠ 
 
નિર્ણય આવતા પહેલા દેશભરમાં તેમને માટે તેમના ભક્ત પૂજા પાઠ કરી રહ્યા છે. આસારામના વિવિધ આશ્રમોમાં ભક્ત એકત્ર થઈને તેમની મુક્તિ માટે પૂજા કરી રહ્યા છે. 
 
ચાર અન્ય પણ આરોપી 
 
આસારામ સાથે તેમના મુખ્ય સેવાદર શિવા, રસોઈયો પ્રકાશ દ્વિવેદી વાર્ડન શિલ્પી અને એક નય સાથી શરતચંદ્ર પણ વિવિધ ધારાઓમાં આરોપી બનાવાયા છે. 
આસારામ પર પોક્સો અને અજા-જજા એક્ટની ધારાઓ 
 
જેલમાં બૈરક નંબર બે ની પાસે બનેલા બૈરકમાં સુનાવણી થશે. આસારામ પર પૉક્સો અને અજા-જજા એક્ટની ધારાઓ લગાવી છે. આસારામન જોધપુર પોલીસે 31 ઓગસ્ટ 2013ના રોજ ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ જોધપુર જેલમાં બંધ છે. આસારામ જો દોષી સાબિત થયા તો દસ વર્ષની સજા થઈ શકે છે. પણ નિર્દોષ સાબિત થવા છતા જેલમાંથી મુક્ત નહી થાય કારણ કે તેમના વિરુદ્ધ  ગુજરાતમાં પણ દુષ્કર્મનો કેસ નોંધાયેલ છે. 
 
મપ્ર ઉપ્ર રાજસ્થાન સાથે જોડાયેલો 15 ઓગસ્ટ 2013નો કેસ 
 
પીડિતાએ જ્યારે આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો ત્યારે તેઓ છિંદવાડા આશ્રમના કન્યા છાત્રાવાસમાં 12મા ધોરણમાં ભણતી હતી. માહિતી મુજબ પીડિતાના પિતા પાસે ઓગસ્ટ 2013ના રોજ છિંદવાડા આશ્રમથી ફોન આવ્યો કે તેમની પુત્રી બીમાર છે. જેના પર પીડિતાના પિતા ત્યા પહોંચ્યા તો તેમને જણાવ્યુ કે તેમની પુત્રા પર ભૂત પ્રેતનો પડછાયો છે.  જેને ફક્ત આસારામ જ ઠીક કરી શકે છે.  પીડિતાના માતા પિતા પોતાની પુત્રી સાથે 14 ઓગસ્ટના રોજ આસારામને મળવા જોધપુર આશ્રમ પહોંચ્યા.  તેના બીજા દિવસે 15 ઓગસ્ટના રોજ આસારામે 16 વર્ષની પીડિતાને પોતાની કુટિયામાં બોલાવી લીધી અને તેની સાથે 1 કલાક સુધી યૌન ઉત્પીડન કર્યુ. 
 
પીડિતાએ આ મામલાની માહિતી પોતાના માતા-પિતાને આપી તો તેમણે 20 ઓગસ્ટ 2013ના રોજ દિલ્હી કમલાનગર પોલીસ મથકમાં રાત્રે 2 વાત્યે એફઆરઆર નોંધાવી હતી.  મામલો જોધપુર ટ્રાંસફર કરવામાં આવ્યો. જોધપુર પોલીસે તપાસ પછી આસારામને 30 ઓગસ્ટની અડધી રાત્રે ઈંદોર સ્થિત આશ્રમથી ધરપકડ કરી હતી. 
 
પીડિતાના ઘરની સુરક્ષા વધી 
 
ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરમાં પીડિતાના ઘરે પાંચ પોલીસ કર્મચારી ગોઠવાયા છે. શાહજહાંપુરના પોલીસ અધીક્ષક કે.બી સિંહે જણાવ્યુ કે પીડિતાના ઘરની બહાર સીસીટીવી કૈમરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી  છે. 
 
જોધપુરમાં ધારા 144 
 
કાયદો વ્યવસ્થા કાયમ રાખવા માટે જોધપુર છાવણીમાં બદલાય ગયો છે. પોલીસની છ કંપનીઓ મોકલવામાં આવી છે. શહેરમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. પોલીસ હોટલો અને ધર્મશાળાઓમાં સતત ચેકિંગ કરી રહી છે. 
 
દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર 
 
દિલ્હી પોલીસે મંગળવારે જણાવ્યુ કે આસારામ દ્વારા એક કિશોરી સાથે કથિત રૂપે દુષ્કર્મ મામલે જોધપુર કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવવાને ધ્યાનમાં રાખતા પોલીસ હાઈ એલર્ટ પર છે. એક વરિષ્ઠ અધિકારી મુજબ દિલ્હીની સીમાઓ પર તેમનો વિભાગ નજર રાખી રહ્યો છે.  આ ઉપરાંત શહેરના આંતરિક વિસ્તાર પર પણ તેમની નજર છે. જ્યા આસારામના સમર્થક નિર્ણય પછી જમા થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર