કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓને આપી નીટ, પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓ ખુશ

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (10:45 IST)
મેડિકલ-પેરામેડિકલ સ્નાતક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એલિજિબિટી કમ એન્ટ્રેસ ટેસટ (નીટ)ની પરીક્ષા રવિવારે અમદાવાદ સહિત ગુજરાતના 217 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી. 
 
કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટેંસિંગ, સેનેટાઇઝજેશન, ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં જોવા મળ્યા હતા.
 
નીટનું પેપર સરળ રહ્યું જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જે પ્રકારે મેમાં યોજાનારી પરીક્ષા સપ્ટેમ્બર સુધી ખેંચાઇ રહી હતી. તેનાથી તણાવ વધી ગયો હતો. પરંતુ પુરતો સમય મળ્યો તે મુજબ પેપર ખૂબ સરળ પૂછવામાં આવ્યું હતું. કોરોનાથી બચવાની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. ત્રણ વાર સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. બે વાર ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને માસ્ક અને ગ્લોસ પહેરીને પરીક્ષા લેવામાં આવી હતી. 
 
ગુજરાતમાં 80,219 વિદ્યાર્થીએ નીટની યૂજી પરીક્ષામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના માટે એનટીએ દ્વારા ગુજરાતમાં 10 જિલ્લામાં આ વર્ષે 214 પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી .સવારે 100 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. દોઢ વાગ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પેપર બ્પોરે બે વાગ્યાથી માંડીને સાંજે પાંચ વાગ્યા લેવામાં આવ્યું હતું. 
 
કોવિડ 19 પ્રતિબંધો તથા સોશિયલ ડિસ્ટન્સના અનુરૂપ પરીક્ષા એજન્સીએ આ અઠવાડિયે કેટલાક વિદ્યાર્થીના કેન્દ્રોમાં ફેરફાર પણ કર્યો છે. જેથી કોઇપણ ઉમેદવાર પરીક્ષા શહેરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ અદ્વારા અને પરીક્ષા રૂમની અંદર સેનિટાઇઝર ઉપલબ્ધ રહેશે અને પરીક્ષા પ્રવેશ પત્રને હાથ વડે તપાસ કરવાના બદલે તેને કોડ યુક્ત બનાવવામાં આવ્યું. આ સાથે જ રૂમમાં ઓછી સંખ્યામાં ઉમેદવારો અને પ્રવેશ તથા બહાર નિકળવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article