રાજ્યમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકડાઉનમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત બાદથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત જેવા શહેરો ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લાના ભૂજમાં વહિવટીતંત્ર દ્વારા લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લોકો લાઉડસ્પીકર પર પ્રતિબંધનું કારણ જાણીને આશ્વર્યમાં છે, કારણ કે વહિવટીતંત્રનું કહેવું છે કે લાઉડસ્પીકરથી નિકળનાર તરંગ કોરોના વાયરસના સંક્રમણને વધારી દે છે. વહિવટી તંત્રએ મહાદેવ અમંદિરના એક મહંતને શ્રાવણ મહિનામાં સવારે અને સાંજે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવાના જવાબમાં વિચિત્ર કારણ સાથે નિયમ મંજૂરી કર્યો છે.
તમને જણાવી દઇએ કે કોરોના કોઇ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેના કારણે વહિવટીતંત્ર લોકોને સામાજિક અંતર જાળવી રાખવા અને અનિવાર્ય રૂપથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને ફેલાતા રોકવા માટે પ્રતિબંધ કરવામાં આવેલા લાઉડસ્પીકર વિશે મામલતદાર દ્વારા કરવામાં આવેલા તર્કથી લોકો આશ્વર્યચકિત છે.