Weather news- હવામાન વિભાગે લાંબા ગાળાનુ પૂર્વાનુમાનમાં પહેલા જ જાહેર કર્યુ હતુ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાનો છે. જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા રાહતની આગાહી કરી છે. રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. તેમજ હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે