આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના

રવિવાર, 20 ઑગસ્ટ 2023 (09:46 IST)
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

 
 
 
 
ગુજરાતમાં પાછલા અમુક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટાછવાયાં સ્થળો પડેલા વરસાદને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
 
પરંતુ હવે ફરીથી ગુજરાતમાં વાતાવરણ પલટાય તેવી તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાવા લાગી છે.
 
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના ટ્રૅકમાં થોડો ફેરફાર થતાં ગુજરાતમાં ફરી વાર મેઘમહેર જોવા મળી શકે છે.
 
આ બદલાવને કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ફેરફારને કારણે કયાં સ્થળોએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે? શું વરસાદનો નવો રાઉન્ડ લાંબો ચાલશે? કયા જિલ્લામાં ભારે અને ક્યાં મધ્યમથી હળવી કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર