ગુજરાત માં અત્યાર સુધી પડી ચૂક્યો છે 92% જેટલો વરસાદ
હવામાન વિભાગે 14 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું : દિલ્હી માટે રાહતના સમાચાર
હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના ગામોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં પવનની ગતિ સમાન્યથી ઝડપી રહેવાની તેમજ દરિયામાં કરંટ પણ રહેવાનો અંદાજ છે.