આધાર કાર્ડ સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે, અગાઉ 31 માર્ચ સુધીનો સમય અપાયો હતો પણ કોરોના મહામારીને કારણે મુદ્દત લંબાવાઈ હતી.
CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ) અનુસાર 30 જૂન સુધીમાં જો આધાર સાથે PAN લિંક નહીં કરવામાં આવે, તો પાનકાર્ડ રદબાતલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.
આધાર અને PAN લિંક કરવું ફરજિયાત કેમ થયું?કેન્દ્ર સરકારે લોકસભામાં ફાયનાન્સ બિલ 2021 પસાર કર્યું છે, જેમાં કલમ 234-એચ સામેલ કરવામાં આવી છે.
આ કલમ અંતર્ગત આધાર સાથે PANને લિંક કરવું ફરજિયાત છે. જો કોઈ લિંક ન કરે
દંડાત્મક પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
આધાર સાથે PAN લિંક છે કે નહીં, કઈ રીતે જાણશો?
તમે ઇન્કમટૅક્સ વેબસાઇટ મુલાકાત લઈને અથવા SMS દ્વારા જાણી શકો છો કે તમારા આધાર સાથે PAN લિંક થયા છે કે કેમ.
જ્યારે તમે ઇન્કમટૅક્સની વેબસાઇટ www.incometaxindia.gov.in પર જશો ત્યારે ક્વીક લિંક સેક્શનમાં લિંક આધાર ઑપ્શન હશે. જો તમે ઑપ્શન પર ક્લિક કરશો તો એક નવી વિન્ડો ખૂલશે.
ત્યાં લખ્યું હશે કે "આધાર સાથે પાન લિન્કિંગનું સ્ટેટસ ચેક કરવા અહીં ક્લિક કરો."
ક્લિક કરવાની સાથે તમને તમારા પાન અને આધારનું સ્ટેટસ દેખાશે.
જો આધાર અને પાન લિંક થયા ન હોય તો આધાર સાથે પાન લિંક કરવા માટે ફોર્મ ભરો.
SMS દ્વારા કઈ રીતે ચેક કરશો?
SMS દ્વારા ચેક કરવા 12 અંકનો આધાર નંબર અને પાન પોતાના રજિસ્ટર્ડ મોબાઇલથી 56767 અથવા 56161 પર મોકલો.
થોડી વારમાં માહિતી મળી જશે કે તમારા આધાર સાથે પાન લિંક છે કે નહીં.
યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે, નીચેની પ્રક્રિયા દ્વારા તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો: