પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વધતી દાઢીના સમાચાર ચર્ચામાં હતા. પીએમની દાઢીને લઈને વિપક્ષ પણ અનેકવાર કટાક્ષ કરી ચુકી છે. હવે એકવાર ફરી પીએમ મોદીની દાઢી ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના એક ચાવાળાએ પ્રધાનમંત્રીને દાઢી બનાવવા માટે 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. આ વ્યક્તિનુ નામ અનિલ મોરે બતાવાય રહ્યુ છે. જે બારામતીનો રહેનારો છે. અનિલ મોરેએ જણાવ્યુ કે લોકડાઉનને કારણે અનેક લોકોનુ કામ ઠપ્પ થઈ ગયુ છે. રોજગાર બંધ થઈ ગયા છે. પ્રધાનમંત્રીને જો કંઈક વધારવુ છે તો તે રોજગાર વધારે.
તેણે આગળ કહ્યુ, 'હુ મારી કમાણીમાંથી 100 રૂપિયા મોકલી રહ્યો છુ જેથી મોદીજી દાઢી બનાવી લે. તેમણે એ પણ કહ્યુ કે મોદીને કંઈક વધારવુ છે તો તે રોજગાર વધારે, લોકોના સ્વાસ્થ્ય સુવિદ્યા માટે વેક્સિનેશન સેંટર વધારે. લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે.