લોકોના જીવ બચાવવા ભાજપ કાર્યાલય તરફથી રેમડેસિવીર ઈન્જેક્શન અપાયું',MLAની ગુજરાત HCમાં દલીલ

બુધવાર, 16 જૂન 2021 (21:28 IST)
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મંગળવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓ દ્વારા 10 અને 12 એપ્રિલની વચ્ચે "કરુણા અને માનવતા" ના આધાર પર અને જીવન બચાવવા માટે જરૂરીયાતમંદ દર્દીઓ માટે રેમડેસિવીર ઈંજેશન ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ માહિતી આપી છે.
 
ગુજરાતના ધારાસભ્ય એન્ટિવાયરલ ડ્રગના સંગ્રહ અને ગેરકાયદેસર વિતરણના આરોપો સામે પોતાનો બચાવ કરી રહ્યા હતા. અદાલતમાં દાખલ કરેલા એક  સોગંદનામામાં તેમણે કહ્યું હતું કે આ  "કરુણા અને માનવતાના એકમાત્ર ઇરાદાથી" વિતરણ કરવામાં આવ્યું હતું, કારણ કે  ઈન્જેક્શન "ઘણા લોકોનો જીવ બચાવવા માટે તાત્કાલિક જરૂરી હતા. 
 
ઉલ્લેખની છે કે એપ્રિલ અને મે મહિનામાં  કોરોના મહામારીની બીજી લહેરની પીક પર હતી એ દરમિયાન, ધારાસભ્ય પાસેથી રેમડેસિવીરમળી હતી. આ તે સમય હતો જ્યારે આખો દેશ આ દવાની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યુ હતુ.  તેનો ઉપયોગ  COVID-19ના ગંભીર દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે.
 
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના આક્ષેપને તેમણે રાજકીય સ્ટંટ ગણાવ્યુ હતુ. બીજેપી ધારાસભ્યએ જણાવ્યું હતું કે બીલોની  ચુકવણી પર એક ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ઇન્જેક્શનની કુલ 2,506 શીશીઓ ખરીદવામાં આવી હતી. તેમણે કહ્યું કે, શીશીઓ દર્દીઓ માટે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે સંબંધિત દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા પછી જ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સંઘવીએ કહ્યું હતું કે દવાઓની જમાખોરી અને ગેરકાયદેસર વિતરણના આરોપો એકદમ ખોટા, તથ્યો વિનાના, નિરાધાર અને સાચા તથ્યોની ચકાસણી કર્યા વિનાના હતા. 
 
ભાજપના ધારાસભ્યએ આગળ સ્પષ્ટ કર્યુ કે  દવાની વહેંચણી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મુજબ કરવામાં આવી હતી. . આ  કોઈ પણ બાબતે  ગેરકાયદેસર, અનિયમિત અથવા ગેરકાયદેસર કૃત્ય નહોતું. ધાનાણીએ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી સંઘવી અને લોકસભાના સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ વિરુદ્ધ સુરતમાં ભાજપ કાર્યાલયમાં થી "રીમડેસિવીર ઇન્જેક્શનના ગેરકાયદેસર અને અનધિકૃત વિતરણ" માટે સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. 
 
પાટીલે પણ પોતાનું સોગંદનામું  ભરવું પડશે. તે માટે મંગળવારે કોર્ટ દ્વારા તેમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો. કોર્ટે સ્પષ્ટ પણ કર્યું હતું કે આગળ કોઈ સમય આપવામાં આવશે નહીં. આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈએ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર