ખાનપુર ભાજપ કાર્યાલય એ ગરમાવો ,એકબાજુ ઉમેદવાર ને મેન્ડેટ આપવામાં આવી રહ્યું છે બીજી તરફ નારાજ કાર્યકર્તા ને રીઝવવા માટે ના પ્રયાસો

શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (12:31 IST)
અમદાવાદમાં ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા ના 192 ઉમેદવાર ના નામ જાહેર થઇ ગયા છે ત્યારે અમદાવાદ ભાજપ ખાનપુર કાર્યાલય એ ઉમેદવાર મેન્ડેટ લેવા આવી રહ્યા છે ત્યારે એક તરફ અમદાવાદ ભાજપ ના શહેર પ્રભારી અને શહેર પ્રમુખ પણ તમામ ઉમેદવાર ને શુભેચ્છા પાઠવી  રહ્યા છે   ત્યારે બીજી તરફખાનપુર કાર્યાલય એ કેટલાક વિસ્તાર ના કાર્યકર્તાઓ અહીંયા આવી ને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપ ના  પદાધિકારીઓ ને ઉગ્ર રજુઆત કરી રહ્યા છે જેને લઇને ક્યાંય  ને ક્યાંય એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક કાર્યકતા ઓ રાજીનામું આપી ને બીજી પાર્ટી માં પણ જોડાઈ શકે .ત્યાર શહેર પ્રભારી આઈ જે જાડેજા એ જણાવ્યું કે  ધારાસભ્ય ના પીએસ ને ટિકિટ આપી એ કોઈ પક્ષવાડ નથી અમારા ધારાસભ્ય જોડે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ એ એક કાર્યકર છે  ત્યારે ખાનપુર  કાર્યાલય એ નારાજ કાર્યકરો એ ડેરો નાખ્યો ત્યારે કેટલાક કાર્યકર તેમની કામગીરી અંગે ના પુરાવા પણ સાથે લઈને આવ્યા છે અને સાથે ટિકીટ ની માંગણી  કરી રહ્યા છે 
 
 
ત્યારે મહત્વ છે ભાજપ ખાનપુર કાર્યાલય એ માહોલ ગરમાયો છે  તમામ નેતાઓ અને પદાધિકારીઓ ઓ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે તજવીજ કરી રહ્યા છે તો કેટલાક કાર્યકતાઓ ને ડરાવી ધમકાવી ને સમજાવા આવ્યા છે ત્યારે  કેટલાક કાર્યકર ને આશ્વાસન આપી ને સમજાવી દેવા માં આવ્યું છે  જોકે આ વખતે મનપા ની ચુંટણી માં આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી  પણ ભાજપ ને ટક્કર આપી શકે છે  કારણે કે ભાજપ પાર્ટી ના નવા નિયમો અનુસાર પાર્ટી એ ઉમેદવાર ને પસંદગી  કરી છે એટલે ભાજપ માં ઘણા કાર્યકરો નારાજ થયા છે કાર્યકરો નો આક્ષેપ છે કે ભાજપ એ નવા ચેહરા ને ટિકિટ આપી છે ત્યારે હવે ભાજપ ને નુકસાન ન થાય તે માટે કાર્યાલય એ ધારાસભ્ય પણ કાર્યકર્તા ને સમજાવો પ્રયત્ન કરી છે
 
 
અમદાવાદ માં  ગોતા, ચાંદખેડા ,સાબરમતી અને નારણપુરા ના કાર્યર્તાઓ સવાર થી ખાનપુર કાર્યાલય એ આવી પહોંચ્યા છે જેમાં કેટલાક કાર્યર્તાઓ જણાવ્યું કે અમારી વાત ને ધ્યાન માં લઇ ને કોઈ ફેરફાર કરે એવી અમારી માંગ છે પરંતુ કોઈ નિર્ણય નઇ કે તો અમે પણ આગળ પાર્ટી વિશે અમારો મત પણ બદલીશુ. આના માટે અમે વિચારણા કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર