પ્રાપ્ત માહિતી અનુસાર માલેગાંવથી સુરત જાન લઈને જઇ રહેલી ટ્રાવેલની ખાનગી બસ આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ટેન્કરની પાછળ ઘૂસી જતાં અકસ્માત નડ્યો છે. માલેગાંવથી નીકળેલી જાન સુરતના મીઠાખડી વિસ્તારમાં લગ્ન માટે પહોંચે તે પહેલા જ બસને તાપી પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 3 જાનૈયાના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરુષ સામેલ છે. જ્યારે 7 જાનૈયાઓને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.