સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત ઉપરાંત પ્રત્યેક મુદ્દાઓ સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આ બેઠકમાં તબીબોના પ્રશ્નો અંગે વ્યાજબી અને યોગ્ય નિરાકરણ લાવવા નાયબ મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હતી અને કોરોનાની આ મહામારીનાસમયમાંડોક્ટરોની ફરજ દર્દીઓની સેવા કરવાની છે તેથી હડતાળ પાડવી વ્યાજબી અને યોગ્ય નથી,જે પણ મુદ્દાઓ હોય તે અંગે વાટાઘાટો થકી યોગ્ય નિર્ણય થઇ શકે છે તેથી હડતાળ પાછી ખેંચવા લાગણી વ્યકત કરી હતી.
તેને ધ્યાને લઇ તબીબી પ્રતિનિધિઓએ તેમની રીતે કરેલી ચર્ચા બાદ સર્વ સંમતિથી હડતાળ બિનશરતી રીતે પાછી ખેંચવાનો નિર્ણય લઇ મિડીયા સમક્ષ જાહેરાત કરીને આ હડતાળમાં જોડાયેલા તબીબોને પુનઃફરજ પર જોડાવા અપીલ કરી છે. આ બેઠકમાં વડોદરાના ડોક્ટર અને પ્રોફેસર વિજય શાહ ઉપસ્થિતિ રહ્યા હતા