ગુજરાતના MBBS ઇન્ટર્ન તબીબોએ સરકારે સામે બાંયો ચડાવી, હડતાળ સમેટાવાના એંધાણ

સોમવાર, 14 ડિસેમ્બર 2020 (13:49 IST)
રાજ્યની તમામ સરકારી, GMERS ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા રહેશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માંગ લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની મેડીકલ કોલેજના ડીન સાથે બેઠક યોજાઇ છે. મેડિકલ કોલેજોના પડતર પ્રશ્નો અને નવા શૈક્ષણિક વર્ષથી મેડિકલ કોલેજો શરૂ કરવા સંદર્ભ સહિતના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. જેથી ઈન્ટર્સ તબીબોની હડતાળનો મુદ્દો આવરી લેવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે મળી રહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરવો, કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવની માગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજુઆત કરી હતી. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરાઈ રહી છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે.
 
હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે જે વધારીને 20,000 કરવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી હતી. સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપવામાં આવે. કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોએ માંગ કરી છે.
 
રાજ્ય સરકારે હજુ સુધી ઇન્ટર્ન તબીબોની એકપણ માંગ ના સ્વીકારતા આજથી કોવિડ તેમજ નોન કોવિડ સહિત તમામ પ્રકારની ફરજથી અળગા રહ્યા હતા. જોકે નાયબ મુખ્યમંત્રીની કોલેજના ડીન સાથે બેઠક યોજાતા આ હડતાળનો સુખદ અંત આવી શકે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર