ગરમીને લીધે અમદાવાદના નવા બનેલા રોડ પરનો ડામર પીગળી ગયો

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (17:37 IST)
અમદાવાદમાં ગત ચોમાસામાં રસ્તા પર ખાડા પડવાને કારણે સોશિયલ મીડિયા પર સરકારની મજાક ઉડી હતી કે વિકાસ ગાંડો થયો અને હવે જ્યારે નવા રસ્તા તૈયાર થયાં ત્યારે ગરમીએ કેર વર્તાવ્યો હોય એવું લાગી રહ્યું છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા દેરાસર પાસે હાલમાં જ નવા બનેલો રસ્તો ગરમીથી ઓગળી ગયો છે. અમદાવાદમાં હાલ ઘણી જગ્યાએ રસ્તા રિસરફેસ કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે નવરંગપુરામાં હાલમાં જ રિસરફેસ થયેલા રસ્તામાંથી ડામરના રેલા ઉતરવા લાગ્યા છે.અમદાવાદમાં બે-ત્રણ દિવસ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ગરમીનો પારો ફરી ઉંચકાયો છે.

ઓનલાઈન વેધર એપ્સ અને ગૂગલમાં અમદાવાદનું ગુરુવારનું તાપમાન 45 ડિગ્રી બતાવાઈ રહ્યું છે, અને આગામી દિવસોમાં તે 46 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.ઉત્તર ભારતમાં ધૂળની આંધી ફુંકાતા વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અમદાવાદમાં ગરમી થોડીક ઘટી હતી. જોકે, આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. 

સંબંધિત સમાચાર

Next Article