જાણો ગુજરાતના આ પૂર્વ ગૃહમંત્રી કેમ નહીં લડી શકે કોઈપણ સહકારી ચૂંટણી

ગુરુવાર, 10 મે 2018 (13:32 IST)
ગુજરાત હોઈકોર્ટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને  સહકારી ચૂંટણી લડવા પ્રતિબંધ મુકી દેતાં ઝટકો આપ્યો છે. તેમજ તેની પાસેથી રૂપિયા 42 કરોડ વસૂલવા આદેશ આપ્યો છે. વિપુલ ચૌધરી પાસેથી કલમ 93 હેઠળ 42 કરોડની વસુલાત માટે સરકારે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાનમાં વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 27-4-2018 ના રોજ ચૌધરીની આ અપીલને ફગાવી હતી. જેને લઈને વિપુલ ચૌધરીએ હાઈકોર્ટેની ડબલ બેચમાં પડકારી હતી. જેમાં કોર્ટે વિપુલ ચૌધરીને ઝટકો આપતા રૂપિયા 42 કરોડની વસુલાત કરવા માટે આદેશ કર્યો છે. તેમજ કલમ 93 હેઠળ દોષિત વ્યક્તિને કોઈ પણ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

જેથી વિપુલ ચૌધરીના સહકારી ક્ષેત્રના ભાવિ ઉપર પૂણે વિરામ મુકાઈ જશે.વર્ષ 1995માં જ્યારે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા.આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર