સેના પ્રમુખની કાશ્મીરી યુવાઓને ચેતાવણી.. પત્થરબાજીથી નહી મળે આઝાદી

ગુરુવાર, 10 મે 2018 (10:47 IST)
કાશ્મીરમાં સતત વધી રહેલી હિંસાને લઈને આર્મી ચીફ જનરલ વિપિન રાવતે ખૂબ કડક વલણ અપનાવ્યુ છે. તેમને પત્થરબાજોને ચેતાવણી આપતા કહ્યુ કે તમને ક્યારેય આઝાદી મળે નહી. તમે સેના સાથે લડી નથી શકતા.  રાવતે કહ્યુ કે પત્થરમારો કરવાથી અને સેના સાથે લડતા રહેવાથી તમને કશુ મળવાનુ નથી. જેમણે આ પત્થરબાજોને કહ્યુ છે કે આ રીતે આઝાદી મળી શકે છે તો તેઓ ફક્ત તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 
 
રાહ પરથી ભટકી પડ્યા છે કાશ્મીરી યુવક 
 
સેના પ્રમુખે કહ્યુ કે કાશ્મીરી યુવાઓને કહેવા માંગુ છુ કે આઝાદી મળવી શક્ય નથી. કારણ વગર આ રસ્તે ન જશો.  તમે હશિયાર કેમ ઉઠાવી રહ્યા છો.  અમે હંમેશા એ લોકો સામે લડતા રહી શુ જે આઝાદી ઈચ્છે છે અને જે જુદા થવા માંગે છે રાવતે કહ્યુ કે આઝાઈ જેવુ કશુ ક્યારેય થવાનુ નથી. તેમણે કહ્યુ કે તેઓ ભારતીય સેના દ્વારા એનકાઉંટરમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને વધુ મહત્વ નથી આપતા. 
 
પુરી તાકતથી લડશે સુરક્ષાબળ 
જનરલે કહ્યુ કે કાશ્મીરીઓએ આ સમજવુ પડશે કે સુરક્ષાબળ એટલા ક્રૂર નથી. તમે સીરિયા અને પાકિસ્તાનને જુઓ.  તેઓ આ પ્રકારની પરિસ્થિતિમાં ટૈંક અને હવાઈ શક્તિઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યુ કે સેનાને તેમા કોઈ મજા નથી આવતી પણ જો તમે અમારી સાથે લડવા માંગો છો તો અમે પૂરી તાકતથી લડીશુ. સેના પ્રમુખે કહ્યુ કે હુ જાણુ છુ કે યુવાઓ ગુસ્સામાં છે પણ સુરક્ષાબળ પર હુમલો કરવો અને પત્થર ફેંકવો એ યોગ્ય રીત નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર