ઉત્તરાખંડમાં વરસાદ - ચાર ધામ યાત્રા રોકાઈ-જાણો... મૌસમમાં આટલો બદલાવ કેમ

બુધવાર, 9 મે 2018 (10:23 IST)
બદ્રીનાથમાં 12 વર્ષ પછી મે મહિનામાં બરફ પડ્યો 
 દેશના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમં આંધી તોફાન ચાલુ છે. મંગળવારે ઉત્તરાખંડના મોટાભાગના બરફની વર્ષા અને ભૂસ્ખલનના કારણે ચારધામ યાત્રા કેટલાક સ્થાન પર રોકાય પડી છે. કેદારનાથમાં 400 મુસાફરો ફંસાયા છે.  જ્યારે કે 4000 મુસાફરો ગૌરીકુંડ પરત લાવવામાં આવ્યા છે.  બીજી બાજુ બદ્રીનાથમાં મે મહિનામાં 12 વર્ષ એટલે કે 2006 પછી હિમવર્ષા થઈ છે.  હેમકુંડ સાહિબ, ગંગોત્રી યમુનોત્રી અને તુંગનાથ ધામમાં બરફ પડી છે. બરફનો વરસાદ અને કરા પડૅવાથી શિમલામાં તાપમાન 11 ડિગ્રી સુધી પહોંચી ગયુ.  આટલુ તાપમાન તો અહી ફ્રેબ્રુઆરીમાં હોય છે.  સરકારે 2-3 મેના રોજ વાવાઝોડામાં મરનારાઓનો આંકડો રજુ કર્યો. તેમા 134 લોકોના મોત થયા અને 400થી વધુ લોકો ઘાયલ થયા. 
 
દેશની ઋતુમાં અચાનક આટલો બદલાવ કેમ થઈ રહ્યો છે 
 
અરબ સાગર તરફથી આવી રહેલ ભીની હવા અને મેદાની વિસ્તારમાં પડી રહેલ સખત ગરમીથી આ વેધર સિસ્ટમ બન્યુ છે. તેનાથી મેદાની વિસ્તારમાં આંધી તોફાન આવ્યુ. સોમવારે આ પર્વતીય વિસ્તારની તરફ વળી ગયુ.  જેને કારણે આ વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. 
 
બદલતી ઋતુની સૌથી વધુ અસર ક્યા ?
 
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટા વિસ્તારમાં હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થાન પર આંધી તોફાન સાથે વરસાદ અને કરા પણ પડ્યા. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યૂપી, પંજાબ અને ચંડીગઢમાં 50 થી 70 કિમીની ગતિથી હવા ચાલી. રાજસ્થાનમં બવંડર અને ધૂલ ભરેલી હવા ચાલી. 
 
હવે આગળ શુ થશે ?
 
મોસમ વિભાગે 23 રાજ્યોમાં એલર્ટ રજુ કર્યુ છે. વેધર સિસ્ટમ પૂર્વ તરફ વધી રહ્યુ છે. તેની સૌથી વધુ અસર બિહાર અને પં. બંગાળમાં રહેશે. દિલ્હી યૂપી, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ અને પૂર્વોત્તર રાજ્યમાં વાવાઝોડુ અને વરસાદની શક્યતા છે. કર્ણાટક, તમિલનાડુ, કેરલ, આંધ્ર અને તેલંગાનામાં ગરજ-ચમક સાથે છાંટા પડશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર