બોલીવુડમાં કામ કરવા માટે 1995 માં મુંબઈ પહોચ્યા
આ આસામી કલાકારના દુ:ખદ સમાચારથી દુનિયાભરના ફેંસએ શોક વ્યક્ત કરી રહ્યા છે. 1995માં, ગર્ગ બોલીવુડમાં કામ કરવા માટે મુંબઈ ગયા, જ્યાં તેમણે તેમનું પહેલું ઇન્ડી પોપ સિંગલ "ચાંદની રાત" રજૂ કર્યું. બાદમાં, તેમણે ઘણા હિન્દી આલ્બમ અને રિમિક્સ રેકોર્ડ કર્યા, જેમાં "ચંદા" (1996), "જલવા" (1998), "યે કભી" (1998), "જાદુ" (1999), અને "સ્પર્શ" (2૦૦૦)નો સમાવેશ થાય છે. તેમણે "ગદ્દર" (1995), "દિલ સે" (1998), "ડોલી સજાકે રાખના" (1998), "ફિઝા" (2૦૦૦), અને "કાંટે" (2002) જેવી ફિલ્મો માટે પણ ગાયું.