સંજાણના મંદબુદ્ધિના લોકોએ બનાવી રાખડી, મુંબઇ અને આસપાસના ગામમાં ખૂબ છે ડિમાન્ડ

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (13:52 IST)
રક્ષાબંધન તહેવાર માટે થોડા દિવસો જ બાકી છે ત્યારે ભાઈ ની કલાઇ પર બહેનો રાખડી બાંધવા માટે રાખડીની ખરીદી શરૂ કરી છે. ત્યારે વલાસડ જીલ્લા ના સંજાણ ગામ ખાતે મંદબુધ્ધિ ધરાવતા લોકોએ એવી કલા કારીગરી કરી છે કે તમે આલોક એ એમના હાથે બનાવેલી રાખડી ખરીધ્યા વગર રહી ના શકો . 
 
ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં આવેલ સંજાણ હોમમા એવા લોકો છે જે દુનિયાથી અજાણ છે. એમની બુદ્ધિ નહીવત છે છતા રક્ષાબંધન માટે આ લોકો રાખડી અને કઈ કેટલી સુંદર અન્ય વસ્તુ બનાવી રહ્યા છે. સંજાણ હોમ નામમાં એનજીઓ મુંબઈ દ્વારા અહી મંદબુદ્ધિના બાળકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. 
 
હાલમાં રક્ષાબંધન તહેવાર માટે આ બાળકો દ્વારા બનાવ માં આવતી રાખડીઓ આસપાસના ગામોમાં અને મુંબઈના જિમખાનામાં ખુબજ માંગ છે અને આ રાખડીની જેપણ કમાઈ થાય છે તે આ બાળકોને આપવામાં આવે છે અને આ રીતે તેઓને પોતાના પગભર ઊભા રેહવાની સંજાણ હોમ દ્વારા કરવા માં આવી રહી છે. 
 
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મેકિંગ ઇન્ડિયાના સપનાને આ એબનોરમલ બેચાઓ દ્વારા સુદર રાખડી બનાવી ને ખુબજ ખુશ છે. ભલે આ સમાજ તેમને શું માને છે તેની પરવા કર્યા વિના તે ઓ પોતાની કલા સમાજ સામે મૂકી ને ખુબ જ ખુશી તેમના ચહેરા પર દેખાઈ રહી છે.

સંબંધિત સમાચાર

Next Article