ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે

Webdunia
શનિવાર, 15 જૂન 2024 (09:32 IST)
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આજે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે, માધાપર ચોકડી નજીક વરસાદ શરૂ થયો હતો. તો મોડી સાંજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.   રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે.  આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે.
 
ગુજરાતમાં હજી વરસાદનું જોર રહેવાની શક્યતા છે, આવતીકાલે એટલે કે 16 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી,  અમદાવાદ, સુરેનદ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી છે.. 17 જૂને નવસારી, વલસાડ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો 18 જૂને નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. 20મી જૂને નર્મદા, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.

સંબંધિત સમાચાર

Next Article